લીસી સપાટી ખરબચડી સપાટી કરતા ઠંડી કેમ લાગી છે....


જવાબ પ્રોફેસર યશપાલની કલમે......
  
 
             હું ધારણા કરું છું કે, તમે આરસપહાણનાં પથ્થરો અથવા સિમેન્ટની બનેલી લીસી સપાટી વિષે વાત કરી રહ્યા છો. તેમની અતિ સંકોચનશીલ પ્રકૃતિનાં કારણે તેઓ માટીની સરખામણીમાં ઉષ્માના સારા વાહક છે.કારણ કે માટી માં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ હોય છે જે હવાથી ભરેલી હોય છે. આ કારણે આપણે જયારે જયારે આરસપહાણની કે સિમેન્ટની બનેલી લીસી સપાટી પર ઉભા રહીએ છીએ ત્યારે જો વાતાવરણનું તાપમાન શરીરના તાપમાન કરતા ઓછું હોય તો પગના તળિયા મારફતે વધુ ઉષ્મા લીસી સપાટી તરફ વહન પામે છે. આ ઘટના શિયાળામાં તો બને જ છે પણ વર્ષના અન્ય મહિનાઓમાં પણ જયારે જયારે વધારે ગરમી ન હોય ત્યારે પણ આ ઘટના અનુભવી શકાય છે. તેથી આપણને આરસપહાણ કે સિમેન્ટથી બનેલી સપાટી ઠંડી લાગે છે. હવે આપણે પ્રશ્ન નાં લીસપના અને ખરબચડાપણા ઉપર આવીએ.
                જયારે સપાટી ખરબચડી હોય સપાટી સાથેનું કુલ સ્પર્શ ક્ષેત્રફળ લીસી સપાટીની સરખામણીમાં ઓછું હોય છે તેથી, પગના તળિયામાંથી સપાટી તરફનો ઉષ્મા વાહન દર ઓછો હોય છે. આ કારણે આપણને સપાટી ઓછી ઠંડી લાગે છે કે ખરબચડી સપાટી એવા પદાર્થો સાથે સંકળાયેલી હોય છે જેઓ સ્વયમ ઉષ્માના નબળા વાહક હોય છે. બીજી શક્યતા એ પણ છે કે ખરબચડી સપાટી એવા પદાર્થ સાથે સંકળાયેલ હોય છે જેઓ પોતે જ ઉષ્માના નબળા વાહક હોય છે. તેથી જ ખુબ ઠંડા પ્રદેશોમાં મકાનમાં લાકડું વિશેષ વપરાય છે. આ વપરાશનું કારણ લાકડાનું ખરબચડાપણું નથી પણ લાકડું ઉષ્માનું અવાહક છે.
                આનાથી વિરુદ્ધ વિચારીએ તો આરસપહાણ કે સિમેન્ટની બનેલી સપાટીઓ પ્રખર તાપમાં સુર્યની સામે ઠંડી નહિ પણ ગરમ લાગશે. કારણ તો એ જ છે, પણ આ કિસ્સામાં ઉષ્માનું વાહન સપાટી પરથી પગના તળિયા તરફ થાય છે.