રામાનુજનની યાદમાં...

મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનની ૧૨૫મી દેશમાં ગણિતના નીચે જઈ રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરવાનો અવસર બની છે. જે અફસોસની વાત છે. અત્યંત ગરીબીમાં રહેતા અને યુનિવર્સીટીનું શિક્ષણ મેળવ્યા વગર રામાનુજને ગણિતમાં સંશોધનના નવા વિક્રમો બનાવ્યા હતા. તેમની પરમ્પરા આગળ વધી નહિ એ વાત પણ એટલી જ સાચી છે. વડાપ્રધાન મનમોહનસિંહે પણ આ બાબતે ધ્યાન દોર્યું છે કે, વિદ્યાર્થીઓ ગણિતને કારકિર્દીનું શ્રેષ્ટ માધ્યમ માનતા નથી અને દેશમાં આ વિષયના સારા શિક્ષકોની મોટી અછત છે. હકીકત એ છે કે ગણિતને સમગ્ર વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે. ભારત વિજ્ઞાનમાં શોધ અને મૌલિક વિકાશમાં ઘણું પાછળ છે. આપણું શિક્ષણ અને ખાસ કરીને આપણી શિક્ષણપધ્ધતિ, વિદ્યાર્થીઓને કંઇક નવું કરવા અને વિષયને આત્મસાત કરવા માટે પ્રેરણા આપતી નથી. એક સમારોહમાં કપિલ સિબ્બલે જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણમાં હવે પરીક્ષા પદ્ધતિને નાબુદ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓના સતત મૂલ્યાંકનની પદ્ધતિને અપનાવવામાં આવી રહી છે. શિક્ષણના કાયદામાં આ જોગવાઈ કરવામાં આવેલી જ છે, પરંતુ સમાજમાં મોટો પગાર મળે તેવી કારકિર્દી બનાવવાની હોડ લાગી છે.સારા શિક્ષકોની જે અછત છે તેને આ શિક્ષણ પદ્ધતિ દુર કરી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. સારી વાત એ છે કે રામાનુજનની ૧૨૫મી વર્ષગાંઠે શિક્ષણ, જ્ઞાન તથા વિજ્ઞાન સાથે જોડાયેલા આ પાયાના મુદ્દા પર વિચાર કરવાની તક આપી છે.તેના દ્વારા આ મહાન પ્રતિભા, તેના સ્વાધ્યાય, આત્મપ્રેરણા તથા તેના થકી મેળવેલી ઉપલબ્ધીઓના અરીસામા આપણી વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપવાની તક છે........