કૃષિ રથની સાથે સાથે...થોડી ચર્ચા આ પણ

તારું ટ્રેક્ટર પોદળો કરે છે.....?

                        લોકભારતી – સણોસરા આપણી પ્રથિતયશ શિક્ષણ સંસ્થા છે. ગુજરાતમાં યુ.જી.સી.એ માન્ય કરેલી એકમાત્ર સ્વાયત સંસ્થા છે. તે અધિકારપૂર્વક પોતાનો અભ્યાસક્રમ બનાવે છે, ભણાવે છે અને જાતે પરીક્ષા લે છે. તેના અધ્યાપકો ગ્રામ વિકાસને અનુરૂપ સંશોધનો પણ કરે છે. આ સંસ્થાના પૂર્વ અધિષ્ઠાતા અને સાહિત્ય-શિક્ષણના પ્રખર ચિંતક મનુભાઈ પંચોળી ‘દર્શક’ને એકવાર કોઈએ કહ્યું, બાપા, હવે તો બધા ટ્રેક્ટર લેવા માંડ્યા છે. આપણે લોકભારતીમાંય ખેતી માટે ટ્રેક્ટર લઈએ તો કેવું ? મનુભાઈનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઉઠ્યો. સામાં માણસને ધડ દઈને પૂછ્યું, “પહેલા મને જવાબ દે, તારું ટ્રેક્ટર પોદળો કરે છે ?” પેલો માણસ થોડો સમય સમજ્યા વિના મોં વકાસીને જોઈ રહ્યો, પછી ચાલ્યો ગયો. મનુભાઈનો પ્રશ્ન સો તર્કબદ્ધ વાકયોને ભેગા કરીને બનાવેલો એક પ્રશ્ન હતો. જેને સમજવા સો વાક્યોની જરૂર પડે તે વાત એક પ્રશ્નમાં કઈ રીતે સમજાય ? પણ મનુભાઈ તો દર્શક હતા – ભાષ્યકાર નહોતા.તેઓ લાંબી સમજુતી ન આપતા. સમો માણસ પોતાની વાત ણ સમજે તો તેમનો પુણ્યપ્રકોપ ફાટી નીકળતો. આથી સામાન્ય માણસ તેમનાથી દુર રહેતા.
                        પણ મનુભાઈની વાત તો સાચી હતી. આપણે ત્યાં ૧૯૭૦માં હરિયાળી ક્રાંતિ આવી એ પહેલા ઋષિખેતી થતી હતી. ઋષિખેતી એટલે સુધરેલું-સંકર-બિયારણ, સિંચાઇ, રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ. આ ચારેયના ઉપયોગથી કૃષિ ઉત્પાદન વધ્યું અને ભારતનો અન્નનો પ્રશ્ન તો હાલ થયો, પરંતુ આગળ જતા બીજા અનેક પ્રશ્નો પેદા થયા. લોકભારતીના પ્રયોગથી જ વાત આગળ વધારીએ. પહેલા ભાલ વિસ્તારમાં દેશી બિયારણમાંથી ભાલીયા અથવા દાઉદખાની ઘઉં થતા હતા. ભાલીયા ઘઉં મીઠા, બિયારણ રોગ પ્રતિકારક અને મોણ માટે નહીવત તેલ વાપરનારા હતા. એકરે તેનું ઉત્પાદન ઓછું હતું. લોકભારતીએ શોધેલ સંકર ઘઉં ‘લોક’માં એકરદીઠ ઉત્પાદન વધારે આવતું, પરંતુ મીઠાશ ઓછી, રોગ પ્રતિકારકતા ઓછી અને મોણ માટે તેલનો વપરાશ વધારે. વાત આટલેથી અટકી હોત તો બરાબર હતું, પરંતુ આગળ જતા ધાન્ય પાકોનું પ્રમાણ ઘટતું ગયું અને રોકડિયા પાકો શેરડી-તમાકુ-કપાસનું પ્રમાણ વધતું ગયું. તમાકુ અને શેરડીએ ખેડૂતોને ન્યાલ તો કર્યા, પરંતુ વપરાશકારોને સ્વાસ્થ્યની રીતે પાયમાલ કર્યા. તમાકુ થાકી કેન્સર અને ખંડ થાકી ડાયાબીટીશની વિપુલ ભેટ મળી. આપણી ટેવો બદલાઈ. પહેલા ચુનામાં તમાકુ ચોળીને ખાનારા હતા તેના કરતા આજે ગુટકા ખાનારા દસ ગણા વધી ગયા. આજથી ચાલીશ વર્ષ પહેલા રસોઈમાં ખાંડ નહોતી પડતી. આજે મીઠાઈનું પ્રમાણ તો વધી જ ગયું છે, પરંતુ દરેક રસોઈમાં- અરે કારેલાના શાકમાં પણ ખાંડ નાખવામાં આવે છે.
                સંકર પાકને વધારે પાણી જોઈએ. ભાલીયા ઘઉં માત્ર જમીનના ભેજથી થાય. સિંચાઈની જરૂર ન  પડતી. સંકર ઘઉંને ૬ થી ૮ પાણ જોઈએ. વૈજ્ઞાનિક રીતે એક પાણ એટલે અઢી ઈંચ પાણી, આઠ પાણ (વોટરીંગ) એટલે વીસ ઈંચ પાણી, પરંતુ કયો ખેડૂત માપીને પાણી  પાય છે ? કઈ સિંચાઇ સત્તા માપીને પાણી આપે છે ? શેરડીને ૩૫ ઈંચ પાણી જોઈએ. ઉકાઈમાંથી સરેરાશ સરકાર ૬૦ ઈંચ પાણી આપે છે. ૨૫ ઈંચ પાણી જમીનની છિદ્રાળુતા ખતમ કરી નાખે છે અને જમીનને દલદલ (વોટર લોઝ) બનાવે છે. તમાકુને ૨૫ ઈંચ પાણી જોઈએ. મહી કેનાલમાંથી સરકાર ૪૫ ઈંચ પાણી આપે છે. આ વધારાનું પાણી જમીનને દલદલ ઉપરાંત ક્ષારવાળી બનાવી દે છે. થોડા સમય બાદ આવી જમીનની ઉત્પાદકતા ઘટવા લાગે છે.
                ઘટતી ઉત્પાદકતા વધારવા માટે રસાયણિક ખાતર આપવામાં આવે છે. ખાતરની જરૂર છોડના મૂળ પાસે જ છે, જ્યાં ભેજ થાકી ખાતર છોડમાં પ્રવેશી ઉર્વરક બને છે, પરંતુ જેમ પાણીની જરૂર છોડના મૂળ પાસે છે. છતાંયે ખેડૂત આખા ખેતરને પાણી પાય છે.તેમ છોડના મૂળ પાસે જ ખાતરની જરૂર હોવા છતાં ખેડૂત આખા ખેતરમાં રસાયણિક ખાતરનો છંટકાવ કરે છે. જેમ વધારાનું પાણી જમીનની પ્રત બગાડે છે તેમ વધારાનું ખાતર જમીન પર રસાયણિક પડ પાથરી દી જમીનના પડને કારણે કઠણ, ક્ષારવાળી અને બિન છિદ્રાળુ બનાવી દે છે. આવી જ બાબત રસાયણિક જંતુનાશકો વિશે કહી શકાય. જંતુનાશકોની જરૂર જ્યાં જંતુ હોય ત્યાં જ છે, પરંતુ ખેડૂત દ્વારા સ્પ્રેયર વડે તમામ પાક પર જંતુનાશકના છંટકાવના કારણે જ્યાં જરૂર નથી ત્યાં પણ જંતુનાશક દવા વળગી રહે છે અને નુકસાન કરે છે. વિચારો કે જંતુનાશકો કીટકને મારવાની શક્તિ ધરાવે છે ટે અનાજ, ફળ કે શાકભાજી પર ચોંટીને તમારા પેટમાં પહોચીને તમને કેટલું નુકશાન કરતા હશે ?
                બજારના નફાથી પ્રેરાઈને થતા સંશોધનો અને તેથી માનવજાતને થતા નુકશાન સામે દર્શકનો પુણ્યપ્રકોપ એટલે “તારું ટ્રેક્ટર પોદળો કરે છે ?” વાળો પ્રશ્ન. જુના વખતમાં પાક લેવાઈ જાય પછી પાંદડા-સાંઠીકડા ખેતરમાં રહેતા. ટે ખાવા માટે ખેડૂત સામે ચાલીને માલધારીને બોલાવી લાવે તેના માલ (ગાય,ભેંસ,બકરા)ને ખેતરમાં બેસાડતા. આ માલ દ્વારા ખેતર ખુન્દાવાથી ખાતર-દવા થાકી કઠણ થઇ ગયેલી જમીન પોચી પડતી. માલના છાણ-મૂત્ર ખેતરમાં પડતા ખેતરને કુદરતી ખાતર તો મળતું જ, પરંતુ સાથે સાથે છાણનું ખેતરની માટીમાં ભળી જવાથી અને તેમાં રહેલા કીટાણુઓથી ખેતરની માટી છિદ્રાળુ બનતી. યાદ રહે કે પાકના મૂળને પકડી રાખવા જમીનની છિદ્રાળુતા ખુબ અગત્યની છે. પણ કમનસીબે હવે ખેતરમાં માલ બેસાડવાનો ચાલ બંધ થઇ ગયો છે. આને લીધે ખેતરને જરૂરી છાણ-મૂત્ર-છિદ્રાળુતા મળતા બંધ થયા છે, અને માલધારીઓને ચારની તંગી ઉભી થતા ભેલાણના પ્રશ્નો અને માલધારી ખેડૂતો વિખવાદના બનાવો પણ વધ્યા છે.
                આ સમગ્ર કૃષિચક્રને સમજ્યા વિના જો કોઈ ટ્રેક્ટર લાવવાની વાત કરે તો ટ્રેક્ટર તો પોદળો કરવાનું નથી. અઆથી જમીનની છિદ્રાળુતા નાશ પામવાની છે. આને પરિણામે છોડનું મૂળ બરાબર પકડ નહિ જમાવે અને છોડને ખોરાક મેળવવામાં તકલીફ પડશે. પછી કૃત્રિમ રીતે જરૂરિયાતથી વધારે ખાતર આપવાથી જમીનની પ્રત બગડવાની છે. બીજી એક વાત કે શંકર બિયારણ જ સારી ઉપજ આપશે તેવું નથી. તમે માવજત કેવી રીતે કરો છો તેના પર કૃષિ ઉત્પાદનનો આધાર છે.
                દર્શકે જે વાત ચાલીશ વર્ષ પહેલા કરી હતી તે વાત હવે વિજ્ઞાનીઓ સ્વીકારતા થયા છે.( હજી ખેડૂતો આ વાતથી જોજનો દુર છે) ખાદ્યાન્ન અને કૃષિ સંગઠન (એએફઓ) ની પહેલ થકી કેન્દ્ર સરકારે ચિરંજીવી કૃષિ કાર્યક્રમ દેશના ૩૨ જિલ્લાઓમાં શરૂ કર્યો છે.  જંતુનાશક દવા અને રસાયણિક ખાતરથી મુક્ત એવા આ કાર્યક્રમને સફળતા મળી જ છે પણ હજુ વધુ ફેલાય તો જ આપણા દેશની કૃષિને સજીવ રાખી શકીશું.

( ગુજરાત સરકાર દ્વારા આયોજિત કૃષિ મહોત્સવ ૨૦૧૨માં કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો સાથેની વાર્તાલાપ અને તેના પછી શ્રી વીનેશઅંતાણીના Article ના અભ્યાસ બાદનો લેખ...)

                                                         -  હેમંત આર. વાઘેલા
                                                                      સી.આર.સી. ડાંગરવા
                                                                      દેત્રોજ, અમદાવાદ
                                                                                                         ૯૬૦૧૯૫૧૨૬૫   

ભણતરની ભુખ.....!


એવું કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. દ્રશ્યમાન તસ્વીર એવું જ કઈ પ્રતીતિ કરાવે છે, સરકાર એકબાજુ બાળ મજુરીનો વિરોધ કરી રહ્યું છે, તો બીજી તરફ મફત, ફરજીયાત શિક્ષણના નારા વગાડી રહી છે.


ભણતરની ભુખ.....!


રસ્તા તણી વાટમાં ચોપડી પેન તણી હાથમાં,
જો હોય મન મક્કમ તો ભણવા જવાય છે ફૂટપાથમાં,

તાપ પડે કે ભલે પડે તડકો અક્સર કાયામાં
રોજી રળીને જવું છે આ ગગનવિહારી છાયામાં,

જરૂર નથી વૈભવી વિલાસ કે ભૌતિક રાચરચીલાની
કુદરતની ભૌતિક બાબતો જે મારા ભણતરના પાયાની

ડર નથી કે સંકોચ નથી  મને મારી જાત પર
પ્રેરણા બનવું છે મારા મલકની નારી જાત પર

મને ખબર છે કે બાળપણની છત્રછાયા રઝળતી જાય છે
તો પણ ભણતરની આ ભુખ મને અહીં લાવી જાય છે.

આ  ભણતરની ભુખ....