Masti ki pathshala......

Coming Soon.....


Inovative Bal-Melo at our School Dabhsar.


 
Take a glimpse.......


Hello friends pls join us later to see few more....Come back Soon !

ગુણોત્સવ


"શિક્ષક  દ્વારા સિંચાયેલ  સિંચાયેલ  સદગુણોનું  સંવર્ધન"


મિત્રો, સૌ પ્રથમ તો ગુણોત્સવ શા માટે છે અને તેનો મુખ્ય હેતુ શું છે ? તેની એક આંશિક ઝાંખી મેળવી લઇએ ....તમે જોવો આપના મહાન મહાન નેતાઓ , સ્વાતંત્રય સૈનિકો અને સૌ મહાન ચિંતકોએ તેમના જીવન માં ક્યારેક અને ક્યારેક તો પ્રાથમિક શિક્ષણ ની ચિંતા તો કરી છે. તો કેમ તેઓએ ફક્ત અને ફક્ત પ્રાથમિક શિક્ષણની ચિંતા કરી ??? તો એટલા માટે કે જો કોઈ પ્રદેશ, પ્રાંત, રાજ્ય કે દેશે પ્રગતિ કરવી હશે તો તેઓએ ચોક્કસ તેમના દેશના પ્રાથમિક શાળાના વર્ગખંડમાં જે ભાવી ઘડાઈ રહ્યું છે તેની થોડી ઘણી પણ ફિકર તો કરવી રહી !!!
નહીતર તમને ખબર છે ને કે "પાક્કા ઘડે કાટલાં ચડે"... હો !!!, અને ના ખાતરી થતી હોય તો પૂછો કુંભાર(શિક્ષક)ને.... અને એટલા માટે હવે  "નામાંકન", "ડ્રોપ ઓઉટપર વિજય (મહદઅંશે) મેળવી લીધો છે તદુપરાંત "ભૌતિક સુવિધાઓ" પણ મેળવી લીધી છે અને Now its time to get command over  QUALITY.

અને એક સાચું કહું મિત્રો "ગુણોત્સવ" કાર્યક્રમથી ક્યાંક ને ક્યાંક આપના સારશ્વત સાથીઓએ છેલ્લા ૩૦ વર્ષ માં જે નથી કર્યું આપને દિવસ માં કરવું પડશે. એનો મતલબ તો કહેવાયને કે "ગુણોત્સવએ " આપના છેલ્લા ૩૦ વર્ષનો ખાડો દિવસમાં પુરાશેનઈ ?
 
આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના ઉપાય કરવા તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા કક્ષા ના ઉચ્ચ અધિકારીઓ જોડાશે અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન "ગુણોત્સવ " કાર્યક્રમમાં કરશે.


મારા વહાલા સાથી મિત્રો આપને ગુણોત્સવની માહિતી તો મેળવી લીધી પણ હવે જરા ડાભસર પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા કેટલા અને કેવા ગુણોનું સંવર્ધન થયું છે તો જરા નજર નાખી લો...
તારીખ /૧૨/૨૦૧૦ ના ગુરુવાર ના રોજ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં રાજ્ય સરકારના સીધા પ્રતિનિધિઓ આવ્યા હતા જેમાં દેત્રોજ તાલુકાના એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર  શ્રી યુ.આઈ.જાની સાહેબ, દેત્રોજ મામલતદાર કચેરી ના જુનીઅર ક્લાર્ક શ્રી લેબાભાઈ દેસાઈ, રુદાતલ પે સેન્તેરના આચાર્યશ્રી બાબુભા જાડેજા સાહેબ, રુદાતલ સી.આર.સી.કો. ઓર્ડી. ધરમસીભાઈ દેસાઈ સાહેબનો સમાવેશ થાય છે.


સમગ્ર દિવસ દ્ફર્મિયન તેઓ અમારી શાળામાં હાજર રહ્યા અને અમારા કાર્યને બિરદાવ્યું...સૌ અધિકારીશ્રીઓ સવારે પ્રાથના સંમેલનથી જોડાઈ ગયા હતા અને ત્ય્સ્રબાદ ખુબ ઉત્સાહથી સંમેલનમાં ભાગ લીધો હતો. અને પછી તેઓ વર્ગવાર મુલ્યાન્કનની પ્રક્રિયા શરુ કરી હતી જેમાં વાંચન, લેખન, અને ગણિતના ગણનનો મહાવરો આપી પરિક્ષા લીધી હતી ત્યારબાદ તેઓએ "વાંચે ગુજરાત", "આરોગ્ય વિષયક ", "ખેલ મહા-કુંભ", "સેનીટેસનની સ્વચ્છતા", "શાળા મેદાનની સફાઈ, MDM વગેરેની ચકાસણી કરી. અને વર્ગવાર સ્વ-અધ્યાપનપોથી(જે તે વિષયની), નિબંધની નોટબુક, રોજનીશી, હાજરી પત્રકની પણ તપાસ કરી જે એકંદરે નિયત સમય અનુસાર કરવામાં આવી.અને સાજે વાગે સંસ્કૃતિક કાર્યક્રમ અને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અને તે પણ ખુબ સરસ રીતે પૂર્ણ થયું, એટલે અમે કહી શકીએ કે અમારો ગુણોત્સવ અમે રંગે ચંગે ઉજવી શક્યા.....

અને હા મિત્રો અમારા સંસ્કૃતિક કાર્યક્રમથી ગ્રામજનોનો ૧૧૦૦/- રૂપિયાનો લોક સહકાર મેળવી શક્યા અને પોતે મામલતદારશ્રી યુ.આઈ.જાની સાહેબ એટલા પ્રભાવિત થયા કે તેઓએ સમગ્ર કાર્યક્રમને ૫૦૦/- રૂપિયાનું અનુદાન આપી કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો વિશ્વાસ સંપાદિત કર્યો તે બદલ અમે  ડાભસર શાળા પરિવાર તેમના આભારી છીએ.