Happy Diwali & Happy new year

May this Diwali illuminate, the hearts and minds of our brethren, with the Grace and Light of the Lord.

                                              --Hemant Vaghela

વાંચે ગુજરાત અભિયાન

વાંચે ગુજરાત વિષે......
એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે.
આવનારા વર્ષોમાં આપણું ભારત વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બને અને ગુજરાત એમાં નેતૃત્વ અને પ્રેરણા પૂરી પાડે એ માટે આપણને સાચા માર્ગે વરેલી વિચારક્રાંતિની જરૂર છે. આપણને નવસંસ્કાર યુક્ત અને અનુઆધુનિક સસ્કૃતિની જરૂર છે. આમ તો સંસ્કૃતિના નિચોડ અને ઇતિહાસના પૃથ્થકરણમાંથી ઘણાં યુગપરિવર્તનકારી ગ્રંથો લખાયા છે, તો નવા યુગની વધામણી આપતા દેશ કાળની સીમાને ઓળંગી જતાં પુસ્તકો પણ ચિંતકોએ વિશ્વને ચરણે ધર્યા છે. પરંતુ વિચારશૂન્યતાને કારણે સમાજમાં વિચાર દારિદ્રય પ્રવર્તી રહ્યું છે. આપણે સમગ્રતામાં અને સર્વાંગી વિકાસ કરી શકીએ એ માટે આપણને જોઇએ છે આમૂલ સામાજિક, રાષ્ટ્રીય અને વૈચારિક પરિવર્તન. વાંચે ગુજરાત એ માટેનો એક અભિનવ નવતર પ્રયોગ છે જે છેલ્લા કેટલાંક વર્ષોથી નવસારીમાં સયાજી લાયબ્રેરી દ્વારા સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

હેતુ...
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી એવું ઇચ્છે છે કે દરેક ગુજરાતવાસી ખૂબ વાંચતો થાય, વિચારતો થાય અને વિકસતો થાય અને એ જ વાંચે ગુજરાતનો મૂળભૂત હેતુ છે.
  • વાંચે ગુજરાત એ મા સરસ્વતીનો મહાઉત્સવ છે.
  • વાંચે ગુજરાત એ ગ્રંથદેવતાનું તર્પણ છે.
  • વાંચે ગુજરાત એ આવનારી પેઢીના જીવનઘડતર અને સંસ્કારઘડતરનો અશ્વમેઘ યજ્ઞ છે.
  • વાંચે ગુજરાત એ માણસ વાવવાનો પ્રયોગ છે.
  • બાળકોમાં વાંચન સંસ્કારના બીજ રોપાય તેમજ બાળકોને વાંચન માટે પ્રેરણા થાય, પુસ્તકો વાંચવાની અભિરૂચિ કેળવાય અને વાંચનની ટેવ પડે.
  • વાચન હેતુલક્ષી અને ધ્યેયલક્ષી બને.
  • બાળક પોતાના જીવનનું ધ્યેય નક્કી કરે.
  • વિચારપ્રેરક પુસ્તકોના વાચન, અધ્યયન અને અનુશીલન દ્વારા, સામાજીક અને રાષ્ટ્રીય પરિવર્તન માટે વિચારક્રાંતિના શ્રીગણેશ કરીએ.
  • ગુજરાતભરની શાળા / કાલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તો ખૂબ ખૂબ વાંચશે જ પરંતુ તમામ નાગિરકો પણ ખૂબ ખૂબ વાંચશે.
  • ગ્રંથાલયો અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ પણ મહત્વનું યુગ પરિવર્તનકારી યોગદાન આપશે.
  • ગુજરાતના ગામડે-ગામડે અને શહેરોમાં શેરી-શેરીએ નવા ગ્રંથાલયોની અને ગ્રંથમંદિરોની સ્થાપના થાય અને હાલના ગ્રંથાલયોનું સશક્તિકરણ થાય.
  • ચાલો આપણે સૌ, ગુજરાતીઓ વિશ્વની સૌથી વધુ વાંચનારી પ્રજા તરીકે ઓળખાઇએ.
  • ચાલો આપણે વાંચે ગુજરાત દ્વારા ગુજરાતને ભારતનું વાચન પાટનગર અને ભારતનું જ્ઞાન પાટનગર બનાવીએ.
"મને ગમતુ પુસ્તક"
વિદ્યાર્થીઓ માટે

 • આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીએ પોતાને ગમતાં પુસ્તક પર વાર્તાલાપ આપવાનો છે. એ માટે એણે પુસ્તક વાંચેલું તો હોવું જ જોઇએ, પરંતુ સાથે સાથે એને ગમતું પણ હોવું જોઇએ.
 • આ વાર્તાલાપ માટે અઠવાડિયામાં એક પીરીયડ રાખવામાં આવશે. જે દરમ્યાન દરેક વર્ગના ઓછામાં ઓછા ૩ વિદ્યાર્થીઓ (દરેક પાંચ મિનિટ, કુલ ૧૫ મિનિટ) વાર્તાલાપ આપશે.
 • વાર્તાલાપની સમય મર્યાદા ૫ મિનિટની રહેશે. શિક્ષક ૫ મિનિટમાં અપાયેલ વાર્તાલાપની સમીક્ષા કરશે.
 • બાકીના સમયમાં પ્રશ્નોત્તરી થશે. પ્રશ્નોત્તરી માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
 • શિક્ષકો બાળકોને વાર્તાલાપ આપવા માટે પ્રેરણા આપશે અને પુસ્તકની પસંદગી કરવામાં મદદ કરશે.
શિક્ષકો માટે
 • શાળાના શિક્ષકો પણ મહિનામાં એકવાર વારાફરતી ગમતાં પુસ્તક પર શિક્ષકખંડમાં વાર્તાલાપ આપશે જેમાં શ્રોતાઓ તમામ શિક્ષકો હશે.
 • વારાફરતી તમામ શિક્ષકો આ પ્રવૃત્તિમાં સામેલ થાય એ માટે આચાર્યે પ્રેરણા આપશે.
 • આ વાર્તાલાપનો સમય ૧ કલાકનો રહેશે. ત્યારબાદ પ્રશ્નોત્તરી થશે.
 • શિક્ષકો રસ પડે તો આ કાર્યક્રમ મહિનામાં એકથી વધારે વાર પણ યોજી શકશે
 • પુસ્તક ગમે તે હોય શકે છે, માત્ર ગમતું હોવું જોઇએ.
યાદ રાખો :
 • આ વક્તૃત્વ સ્પર્ધા નથી
 • માટે વિદ્યાર્થી જોયા વગર મોઢે બોલે એવો આગ્રહ રાખવામાં આવશે નહી.
 • વિદ્યાર્થી જો વકતવ્ય ભૂલી જાય અથવા ભૂલી જવાનો ડર લાગે તો લખેલું ભાષણ સાથે રાખી શકશે. જેમાંથી મુદ્દા જોઇ શકાય. જોઇને બોલી શકાય.
 • મુખ્ય આશય વક્તૃત્વ કળા નહી, પરંતુ ગમતાં પુસ્તક વિષે અભિવ્યક્તિનો છે.
 • મહિનામાં એકવાર સુંદર અને શ્રેષ્ઠ વાર્તાલાપ આપનાર વિદ્યાર્થીઓનો સમગ્ર શાળા સ્તરે વાર્તાલાપ થશે, જેથી શાળાના દરેક બાળકોને સારા વાર્તાલાપ વિષે જાણકારી, અનુભવ અને પ્રેરણા મળશે.
તરતા પુસ્તક પ્રોગ્રામકાર્ય પધ્ધતિ :
શાળાના વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ
 • દરેક શાળાના માર્ગદર્શક શિક્ષક શાળા પૂરતું આ પ્રોજેકટનું સંચાલન કરશે.
 • આ યોજનામાં વિદ્યાર્થી પુસ્તક ખરીદે એ જરૂરી છે, માટે જે વિદ્યાર્થીને પુસ્તક ખરીદવું પરવડે એમ ન હોય, તેઓ એમાંથી મુક્ત રહેશે.
 • સાથે સાથે વિદ્યાર્થીએ વાત યાદ રાખવી કે એમણે આ પુસ્તક પોતાના આખા વર્ષના પેપ્સી, આઇસ્ક્રીમ, ચોકલેટ કે અન્ય મોજશોખના ખર્ચમાં કાપ મૂકી બચત કરી પુસ્તક ખરીદવાનું છે અને મા-બાપને પણ એ રીતે જ તૈયાર કરવાના છે. મા-બાપ પર વધારાનો આર્થિક બોજ લાદવાનો નથીં
 • પરીક્ષાના ચાર માસ (સપ્ટેમ્બર, જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલ) દરમ્યાન આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ બંધ રાખી શકશે. આથી વિદ્યાર્થી માટે પુસ્તક વાંચવાનો વધારેમાં વધારે સમય એક માસ નહીં પરંતુ ૨૦ દિવસ જ રહેશે.
 • પુસ્તક પસંદગી માટે માર્ગદર્શક શિક્ષક વિદ્યાર્થીઓને સતત મદદ કરતાં રહે તે ઇચ્છનીય છે.
 • શાળાનો દરેક વિદ્યાર્થી આ યોજનમાં સામેલ થાય, એ જરૂરી છે. ભલે એ પુસ્તકદાતા ન બને પરંતુ શાળાનો દરેક વિદ્યાર્થી પુસ્તક મિત્ર તો બનવો જ જોઇએ.
 • ૨૦ દિવસ બાદ વિદ્યાર્થીઓ પુસ્તકની અદલાબદલી કરી શકે, અન્ય મિત્રોને આપી શકે એ માટે શાળા મિલન સમારંભનું આયોજન કરશે. આવા પ્રસંગે નાના વિચાર મેળાનું આયોજન પણ કરી શકશે
આ ઉપરાંત અન્ય કાર્યક્રમ પણ છે જેવા કે ...
   • વિચાર વાંચન શિબિર
   • શ્રેષ્ટ વાચક સ્પર્ધા
   • વાંચન પ્રેરણા નોંધપોથી
   • જીવન ધ્યેયપોથી
   • પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેક્ટ
   • ગ્રંથમંદિર 
અને છેલ્લે છેલ્લે આપના માનનીય મુખ્યમંત્રીશ્રીનો  સંદેશ...

ગુજરાતના મારા પ્રિય પ્રજાજનો,
સસ્નેહ....સાદર....નમસ્કાર !
"સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ"ના ઈન્દ્રધનુષી રંગોથી ગુજરાત રંગાઇ રહ્યું હોવાની અનુભૂતિ હું કરી રહ્યો છું. ચોમેર ઉત્સાહનું વાતાવરણ છે.
આવી સ્વર્ણિયમ પળોમાં "વાંચે ગુજરાત" જેવું એક પ્રેરક અભિયાન ગુજરાતની પ્રજા સમક્ષ મૂકતાં હું ગૌરવ અનુભવું છું. ૮મી સદીમાં પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત પુસ્તક "સિદ્ધહેમ શબ્દાનુશાસન"ને સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર સ્થાપિત કરી ગ્રંથયાત્રા કાઢીને જ્ઞાનની પ્રતિષ્ઠા કરી હતી.
એ પરંપરાના અનુયાયી તરીકે "ઘેર ઘેર પુસ્તક" પહોંચે, સહુ કોઇ વાંચે, વિચારે અને વિકસે એવો સંકલ્પ આ અભિયાન દ્વારા સિદ્ધ કરવાનો પુરુષાર્થ આદર્યો છે. આ મહાન જ્ઞાનયજ્ઞમાં ગુજરાતની પ્રજા આહુતિ અર્પે અને યુવામિત્રો સમયદાન કરે એવી મારી સર્વેને વિનમ્ર પ્રાર્થના છે. ગુજરાતના ઘેર ઘેર બાળકો વાંચતાં થાય અને એમનું જીવનઘડતર થાય એવી શુભાકાંક્ષા છે.
ગુજરાતને ભવ્યદિવ્ય બનાવવા ગુજરાતની પ્રજા કટિબદ્ધ છે. વિચારવૈભવ, સંસ્કારિતા અને જ્ઞાનના ઉચ્ચ શિખરે ગુજરાતને લઇ જવાના ભગીરથ કાર્યમાં આપ સહુનો અપૂર્વ સહયોગ પ્રાર્થું છું.

ધન્યવાદ....
આપ સહુનો,
નરેન્દ્રમોદી


" પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે. રત્ન બાહ્ય ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને અજવાળે છે. જેને પુસ્તક વાંચવાનો શોખ છે તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે." 
- -મહાત્મા ગાંધી

વાંચે ગુજરાત, વિચારે ગુજરાત, આગળ વધે ગુજરાત......

               મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ તમને ખબર હશે કે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ તારીખ ૩૦/૧૦/૨૦૧૦ ના શનિવારના રોજ વાંચે ગુજરાત અંતર્ગત " એકસાથે વાંચશે ગુજરાત" કાર્યક્રમ યોજ્યો હતો તેમાં આપને સૌ ગુજરાતીઓ એ  સવારના ૯.૦૦ કલાક થી ૧૦.૦૦ કલાકમાં વાંચન કરવાનું હતું અને આપણા મોદી સાહેબના આહવાનને આપને સૌએ યથાયોગ્ય પ્રયત્નથી પૂર્ણ કર્યો.  અમે પણ અમારી ડાભસર પ્રાથમિક શાળામાં " એકસાથે વાંચશે ગુજરાત"કાર્યક્રમ યોજ્યો હતો... અમે સૌ આ કાર્યક્રમ કરવામાં થોડી મૂંઝવણ અનુભવતા હતા કારણ કે પરિક્ષા પછી બાળકોની હાજરી પાંખી થઇ જાય છે પણ અમે આ દિવસે બાળકોની વાંચન પ્રત્યેની ભૂખ અને તેમની લાલસા જોઈ ખુશ થયા કેમ કે તે દિવસે બાળકોની હાજરી લગભગ ૬૫ થી ૭૦ ટકા હતી અને અંતે અમારી  આ વાંચન વિકાસ ગાથામાં સૌ વિદ્યાર્થીઓ પણ જોડાયા અને તેને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો.

વાંચનના શુભ
પર્વમાં અમારા તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડીનેર સાહેબ શ્રી રોહિતભાઈ રાવલ પણ પ્રેરણા મુલાકાતે આવ્યા હતા અને તેમની વાંચનની યાત્રા અમારે ત્યાં સારું કરી... અલબત અમે કહી શકીએ કે અમે આ વિકાસ ગાથાને સારી રીતે આગળ વધાવી શક્યા.

મિત્રો આ રહી થોડી ઝાંખી અમારા "વાંચશે ગુજરાત કાર્યક્રમની"

"વાઈબ્રન્ટ બનીને નાચે ગુજરાત
જ્ઞાનના આભમાં રાચે ગુજરાત
પ્રેરણા આપે છે સાચે ગુજરાત
જુઓને આ કેટલુ વાંચે ગુજરાત!"