Gujarati Quotes In Pictures.

આધુનિક પંચતંત્રની વાર્તા


એક કાગડો – પુરી નો ટુકડો લઇ ઝાડ પર બેસવુ – નિચે થી શિયાળ નુ પસાર થવુ – શિયાળ દ્રારા કાગડા ના સુરીલા કઁઠ ના ખોટા વખાણ કરવા – કાગડા ના મોઢામાથી પુરી પડિ જવિ – શિયાળ નુ પુરી ખાઇ જવુ.


(વાર્તામાં કંઈ નવું ન હોવાથી ટૂંક માં પતાવ્યું છે, બાકી કાગડાની ચાંચ વિષેનું વર્ણન ૨ પાનાનું કરી શકનાર લોકો પણ આ જ પૃથ્વી પર છે)
 એક વખત એક શિયાળને બહુ ભૂખ લાગી હતી. ક્યાંક કશું મળે, એની તલાશમાં એ બધી તરફ નજર નાખતું નાખતું જંગલ માં ભટકતું હતું. એક વેલ પર એણે દ્રાક્ષ લટકતી જોઈ, ત્યાં જઈને કુદી ને એ દ્રાક્ષ લેવા નો પ્રયત્ન કર્યો, પણ નિરર્થક રહ્યો. ફરી થી કુદ્યો, ફરી કંઈ હાથમાં(મોઢામાં) ન આવ્યું. બહુ પ્રયત્નો બાદ એ આગળ ચાલતું થયું. હજુ સુધી શિયાળ આજુ બાજુ નજરતો નાખતું જ હતું. થોડા કદમ ચાલ્યા બાદ, એક ઝાડ ઉપર એક કાગડો મોઢામાં પૂરી લઇ ને બેઠો હતો, અને શિયાળ ને અચાનક એક વિચાર આવ્યો. એણે કાગડાની ગાયકી ના ખોટા વખાણ કરવા નું ચાલુ કર્યું અને આ સાંભળીને કાગડો ફુલાઈ ગયો અને ગીત ગાવા માંડ્યો અને તેને કારણે તેની ચાંચમાં થી પૂરી નીચે પડી. શિયાળ એ પૂરી ને ખાઈ ગયો.
બોધ – Recession નાં જંગલમાં Opportunity ની વેલ પર Job (દ્રાક્ષ)નું ઝુમખું ભલે થોડું ઊંચું લટકતું હોય અને બહુ કુદકા મારો અને હાથ માં નહિ આવે એવું લાગતું હોય, થોડા કદમ આગળ પેલી દ્રાક્ષ કરતા દસ ગણી ઊંચાઈવાળા ઝાડની ટોચ પર એક Employer (કાગડો) હમેશા તમારા માટે Job (પૂરી) લઇ ને બેઠો જ હોય છે બસ તમારા માં આવડત હોવી જોઈએ એ કઢાવવાની.

તા.ક. – “વાર્તાઓ મહત્વની નથી હોતી, એમાંથી લેવાતો બોધ મહત્વનો હોય છે. “


આભાર : સાક્ષર

બાપા-કાગડો !        ચતુર વાણિયો – ગિજુભાઈ બધેકા

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. 
એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’

બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો’
 
ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’
 
બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’ જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા – કાગડો !’
 
બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’
છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી 

વળી બોલ્યો : ‘બાપા – કાગડો !’
 
બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’
 
છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા – કાગડો !’
 
બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો 

જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’
 
બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’
 
આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા – કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘
હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-

કાગડો’ બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ 

‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. 

ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશેઠ’ ‘ઘેલાશેઠ’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો. ઘેલાશેઠ તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. 

એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશેઠની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને જીવ ખાશે !’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’
 
ઘેલશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’
 
ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’
 
ઘેલશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’
 
ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી 

શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’
 
ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’
 
‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’
 
તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’
 
શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’
 
‘હા, બાપા ! કાગડો – કાગડો – કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’

ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલા શેઠે વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, “સાઠે બુદ્ધિ નાઠી” તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે. હવે તો 

ડોસો મરે તો સારું !’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના 
 હાથમાં ‘બાપા – કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી. ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો

આભાર ઃ ગિજુભાઈ બધેકા

વાર્તા રે વાર્તા ......

મિત્રો, ડાભસર પ્રાથમિક શાળાના મારા બ્લોગમાં ઘણા બધા શિક્ષકો અને બીજા મિત્રો એ મને કહ્યું કે શાળાના આ બ્લોગમાં બધી જ શાળા ને ઉપયોગી થાય તેમ શાળા માટે 'બાળવાર્તા અને બાળગીતોનો સંગ્રહ' મુકો.....
તો મારા એ બધા જ મિત્રોની લાગણીઓને માન આપી અને મારી પોતાની શાળાના બાળકો માટે આ નાનો પ્રયાસ કરું છું અને બાળગીત પોસ્ટ  કરું છું.


                           અકબર બીરબલ ની વાર્તા


                      એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પાં કરતા હતા. એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો. તેણે કહ્યું, ‘જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માગે છે.’
બાદશાહે તેને આવવાની મંજૂરી આપી. થોડી વારમાં જ એક વ્યકિતએ દરબારમાં પગ મૂકયો. તેની પાસે એક મોટું પીંજરું હતું અને પીંજરામાં સિંહ હતો. દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી.
કલાકારે કહ્યું, ‘જહાંપનાહ, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે. તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો છે. નવ રત્નો છે. પણ હું એ બધાને પડકારું છું કે પીંજરું ખોલ્યા વગર અને સિંહને અડયા વગર એનો નાશ કરનાર કોઈ ખડતલ, સાહસકિ માણસ તમારા દરબારમાં છે?
જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું પાંચસો સોનામહોર આપીશ, પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને પાંચસો સોનામહોર આપવી પડશે.’
કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો. ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા, ‘આવું તો કેમ બને?’
એક-એક કરીને દરબારીઓ પીંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંપડી. બાદશાહને પણ થયું કે તેમની આબરુ આજે કોઈ નહીં બચાવી શકે.

છેવટે બીરબલે તે કલાકારને કહ્યું, ‘હું આ કામ કરી બતાવીશ.’ એમ કહી બીરબલે સેવકોને બોલાવ્યા અને સૂકાં લાકડાં લાવવા માટે કહ્યું. લાકડા મંગાવીને પીંજરાની આજુબાજુ ગોઠવી દીધા.
ત્યાર પછી બીરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો. સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડયા. લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદ્દશ્ય થવા માંડયો. થોડી જ વારમાં પીંજરું ખાલી થઈ ગયું. બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો.
બાદશાહે પૂછ્યું, ‘બીરબલ, તેં આ કેવી રીતે કર્યું?’
તો બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, સિંહ મીણનો બનાવેલો હતો. તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવડાવી. જેના કારણે મીણ ઓગળવા માંડયું. આમ, હાથ લગાડયા વગર જ સિંહનો નાશ થયો.’

કલાકારે બીરબલને કહ્યું, ‘હું ઘણા રાજયોમાં સિંહ લઈને ફર્યોહતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા. શરત પ્રમાણે લો આ પાંચસો સોનામહોરો.’
બીરબલે કલાકારની કલાની કદર કરી અને સોનમહોરની થેલી તેને પાછી સોંપી. બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને પાંચસો સોનામહોર આપી.


સ્ત્રોત } દિવ્ય ભાસ્કર

” ખુશ્બૂ ગુજરાત કી “,,,,,,,,

 Khushbu Gujarat Ki......


મિત્રો હમણાં હમણાં ૩ - ૪ દિવસની રજા હતી તેમાં ટી.વી. સર્ફિંગ કરતા કરતા મીલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ગુજરાત પ્રવાસનના વિકાસ માટે શૂટ કરાયેલી જાહેરાત જોવામાં આવી.....અહા !!!!! અદભુત છે. જોવાની મઝા પડે અને સાથે સાથે ગુજરાતી હોવાનો ગર્વ પણ થાય કે, વાહ આપણું ગુજરાત આટલું અલૌકિક છે.

અને એ કેહવાનું પણ મન થાય કે સમગ્ર ગુજરાત નહિ પણ વિશ્વના દરેકએ દરેક ગુજરાતીની લાગણીઓ હરખાઈ જશે.... અને વિશ્વના તમામ લોકોને પોતાના જીવનમાં એકવાર ગુજરાત આવવાની ઈચ્છા  અચૂક થવાની જ. તો પછી આઓ ગુજરાત માં...લેવા ખુશ્બુ ગુજરાત કી.

તમે આ જાહેરાત youtube પર પણ જોઈ શકો છો.