લાઈફ સ્કીલ થ્રૂ ડ્રામા ઇન એજ્યુકેશન

Lifeskill through drama in Education by Swaroop Sampat:

સાચું કહું આમ તો આ તાલીમ ૨૮ નવેમ્બર થી દર મહીને એક શનિવાર અને રવિવાર લઇ રહ્યો હતો, પણ મારી અસમંજસ ને કારણે હું પોસ્ટ કરી શકતો નહતો. પરંતુ આજે થોડી સમજ કેળવી અને મારા મિત્ર મનન બુદ્ધાદેવના કારણે હું આ પોસ્ટ કરી રહ્યો છું.

સૌ પ્રથમ આ લાઈફ સ્કીલ થ્રૂ ડ્રામા તાલીમનો ઓર્ડર આવ્યો એટલે એમ થયું કે આમાં શું હશે ....?
મારા માટે આ વિષય એકદમ નવો અને ખેડાણ કર્યા વગરનો હતો એટલે બસ કોઈ પણ પૂર્વ તૈયારી વગર ઘરેથી નીકળી સીધા જ બરોડા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પહોચી ગયો....

ત્યાં હું અને મારા જ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે અમદાવાદ ના મારા સાથી પીયુષભાઈ તથા મારો મિત્ર હિતેશ પ્રજાપતિ (ગલસાના પ્રાથમિક શાળા, તા. ધંધુકા, જી. અમદાવાદ ) અમે સાથે જ બરોડા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પહોચી ગયા હતા. ત્યાં આપણાં ગુજરાતના બધા જ જીલ્લામાંથી આવેલા શિક્ષકોને જોયા અને અમુક સાથે વાતચીતનો દોર પણ સારું કરી દીધો.

પછી તો અમારી એક નવી જ મુસાફરીની શરૂઆત થવાની હતી જે અમને ખબર નહોતી. અમે સૌ ભેગા થઇ અમારી તાલીમ ની સરુઆત એકદમ યુનિક સ્ટાઈલથી કરી અને તે બધું જ આભારી ડો.સ્વરૂપ સંપત મેડમને. તાલીમની શરૂઆત ડો.સ્વરૂપ સંપત મેડમે તેમના અનુભવની વાતોથી કરી , તેમને Attention Span વિષે સમજુતી આપી અને થોડી ઘણી activity કરાવી. થોડી થોડી વાર વચ્ચે પ્રો. ભરતભાઈ મેશીયા પણ તેમની આગવી રમુજી શૈલીથી તેમનો લાભ અમને વહેચતા હતા. અને હા આ બધામાં બરોડા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય નૈષેધ મકવાણા સાહેબની કવિતાઓ અને શાયરી તો વાહ રે વાહ !!!

પ્રથમ દિવસે અમારો જનરલ કલાસ પૂરો થયો પછી અમે જીલ્લા પ્રમાણે વહેચાઈ ગયા અને અમારા ભાગ્ય અમને વધુ સારા રસ્તા પર લઇ જઇ રહ્યા હતા કારણ કે અમારા કલાશના સંચાલક તરીકે 'બીન્દુબા ઝાલા' અને 'મેહુલભાઈ સુથાર ' જોડાયા અને પચ્ચી ધીરે ધીરે WHAT IS LIFE સ્કીલ્લ ? એ સમજણમાં આવતું ગયું.બીન્દુબાએ તેમની OWN STYLEમાં કલાસમાં ચોકલેટ વહેંચી અને બધાને મો મીઠું કરાવ્યું. ત્યારબાદ 'બીન્દુબા ઝાલા' અને 'મેહુલભાઈ સુથાર ' બંને એ થઈને લાઈફ સ્કીલના અગત્યના દશ મુદ્દા લખાવ્યા. જે આ પ્રમાણે હતા.

>સ્વ જાગૃતિ

>સમાંનુંભુતી/ પરાનુંભૂતી

>સમસ્યા ઉકેલ

>નિર્ણય શક્તિ

>અસરકારક પ્રત્યાયન

>આંતર માનવીય વ્યવહાર

>સર્જનાત્મક ચિંતન

>વિવેચનાત્મક ચિંતન

>સંવેગાનુકુલન

>તનાવ અનુકુલન

પ્રથમ દિવસે અમે આટલું શીખ્યા અને કદી ના જોયેલી- રમેલી રમતો (ઇન્ડોર/આઉટ્ડોર) રમ્યા હતા જેમાં ખરેખર ખુબ જ મઝા પડી હતી.

હવે બાકીની વાતો હું સમયાંતરે પોસ્ટ કરતો રહીશ તેને વાંચતા રેહજો... અને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ના ચુકતા...
તો ચાલો હવે થોડા ફોટાઓ જોઈએ !!!
Dr. Swaroop Samapt

Binduba Zala


Mehul SutharJitubhai, Desai sir, Bhati Sir And Me.Bhati Sir expalaining class for role playTarun Katbana willing to have photo with me so he specially captured this image.My Friend Manan,Ghanshayam, Jitubhai with Me