પાણી શુદ્ધિકરણ યોજનાનું અવલોકન દ્વારા શિક્ષણ

જ્ઞાનદર્શન
હમણાં જ અમે સૌ સાથીમિત્રો અને બાળકો સાથે અમારા ગામમાં આવેલા સરકારી પાણી શુદ્ધિકરણ પ્લાન્ટની મુલાકાત લીધી. આ પ્લાન્ટ શાળાથી આશરે ૧ કિલોમીટર દુર આવેલું છે તેથી અમે સૌએ 'ચલતી કા નામ ગાડી' કરી ચાલતા ચાલતા ત્યાં પહોચ્યા.
અહીં અમારા આચાર્ય સાહેબે આ પ્લાન્ટના સંચાલકને મળી પરવાનગી મેળવી અને અમે સૌ નીકળી પડ્યા ગમ્મત સાથે જ્ઞાન મેળવવા ....


તો ચાલો મિત્રો, શબ્દોની માયાજાળમાં પડ્યા વગર ફોટો સાથે માહિતી લઈએ.

આ જુઓં આ છે પાણી બોરવેલ અને ત્યાં પાણી એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ તે પાણી બે હોજમાં ફટકડી ઉમેરીને તેને મોટર વડે વલોવાય છે. આ પ્રક્રિયા થી પાણીનો ઘન કચરો ઠરી જાય છે અને પછી શુદ્ધ પાણી ઉભરાઈને વોટર ચેનલ દ્વારા પાણીના બ્લોકમાં જાય છે.
આ બ્લોક ની રચનામાં મહીસાગર નદી માંથી લાવેલા મોટા કાંકરા, ઝીણા કાંકરા અને રેત રાખવામાં આવેલી છે. તથા વોટર બ્લોકની નીચે પાણીની અને હવાની બ્લોઅર પાઈપ મુકવામાં આવેલી છે જેના દ્વારા બ્લોઅર પાણીમાં રહેલ માટીની કચરો અને અન્ય ગંદકી દુર થાય છે. આ કચરો પાણી સાથે ઉભરાઈ ને વેસ્ટ ઝોનમાં જાય છે અને ત્યાં તેને ફરીથી રી-સાયકલ કરવામાં આવે છે.હવે આ તો જુઓ આ શુદ્ધ પાણીને અન્ડરગ્રાઉન્ડ ટાંકી માં સંગ્રહિતકરવામાં આવે છે. આ ટાંકીની ક્ષમતા ૬૦,૦૦,૦૦૦ લીટર પાણી સંગ્રહ કરી શકે છે.અને હવે આ જુઓં આ છે વોટર સપ્લાય યુનિટ . તેમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાંથી પાણી ખેચી ઓવરહેડ ટાંકીમાં ભરવામાં આવે છે.અને અહીંથી દુર ૧૦૦-૧૨૫ km દુરના ગામડાઓમાં મોકલવામાં આવે છે.અમારી આ જ્ઞાનદર્શન પ્રવૃત્તિમાં બાળકોએ તો પાણી શુદ્ધ કઈ રીતે થાય તેની માહિતી મેળવી અને પાણી શુદ્ધ રાખી તેનો માવજત થી ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો . . . . .
આ અમારી ડાભસરની ટીખળખોર ટોળકી છે.

થોડી વાત ફોટા દ્વારા પણ...


આચાર્ય સાહેબ બાળકો સાથે .....
અરે કેટલી વિશાલ ટાંકી છે !!!!પ્લાન્ટ ઓપરેટર દશરથભાઈ સાથે હું પોતે..

બાળકો પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા જોવામાં મશગુલ.......

વિદ્યુત આઘાત શું છે તેની માહિતી દર્શાવતો લેખ.
આ અમારી જ્ઞાનવર્ધક મુલાકાતમાં કાનજીભાઈ, વિષ્ણુભાઈ, છનાજી, કાન્તીભાઈ, અપેક્ષાબેન, નિમિષાબેન, બાળમિત્ર સોમાભાઈ અને હું એમ બધા જ જોડાયા હતા.