ઓલ્યા નાચંતા મોરલાને કહી દો.....

મારે આંગણીએ મોર.....


મારે આંગણીએ મોર,આવી કરજે કલશોર,
તારા પગલાની છાપ મને આપજે, મોરલા બોલજે ટેહુક ટેહુક

તારી રૂપાળી આંખ, તારી પીંછાની પાંખ,
તારું આંખ ભર્યું પીંછું મને આપજે, મોરલા બોલજે ટેહુક ટેહુક

કરે આંગણીએ સાદ, આવી ગળગળાટ અવાજ,

તારો મીઠો મીઠો સાદ મને આપજે, મોરલા બોલજે ટેહુક ટેહુક.


ઉપરોક્ત જે ફોટા નિરખી રહ્યા છો તે ડીરો નામના ઘાસની લાંબી સળીઓના ગુંથણથી બનાવેલ છે. તે આ બંને બાળકોના મગજની "Creativity" છે.